*ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ માં વિશ્વ ના ૨૫૦ નિષ્ણાંત તબિબો ભાગ લેશે, જેમાં ફેકલ્ટી તરીકે મોરબી ના તબિબ ની પસંદગી.*
સમગ્ર વિશ્વ ના કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબો ની ત્રિદીવસીય ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ SEOCON 2024 તાજેતર માં પૂના ખાતે યોજાવા જઈ રહી છે જેમાં ભારત તેમજ વિશ્વભર માંથી કુલ ૨૫૦ કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબો ભાગ લઈ રહ્યા છે જેમાં ૪૦ જેટલા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા ના તબિબો ની ફેકલ્ટી તરીકે પસંદગી થવા પામી છે જેમાં મોરબી ના ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ વાળા નિષ્ણાંત તબિબ ડો. હિતેશ પટેલ ની ફેકલ્ટી તરીકે પસંદગી થતાં તેમણે સમગ્ર મોરબી જીલ્લા ને ગૌરવ અપાવ્યુ છે. મોરબી ના ડો. હિતેશ પટેલ Mastoid cavity obliteration વિષય પર પોતાનું વકત્વ રજુ કરશે તેમજ એન્ડોસ્કોપી દ્વારા કાન ની સર્જરી વિશે માર્ગદર્શન પ્રદાન કરશે.
પૂના ખાતે આયોજીત આ ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ માં મોરબી ના તબિબ ડો.હિતેશ પટેલ ની ફેકલ્ટી તરીકે પસંદગી થતાં મોરબી IMA ના તબિબો, સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળે તેમને શુભકામનાઓ પાઠવી છે.