મોરબી પોલીસ ને હકીકત મળેલ કે, મોરબી તાલુકાના મકનસર ગામની સીમ આવેલ તુલસી કોમ્પ્લેક્ષમાં શ્રી ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસ ભાડેથી રાખી તે ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન નો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૦૭ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૧,૭૦,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
> પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. દિપકભાઇ પ્રમોદભાઇ સીધાપુરા ઉ.વ. પર રહે. મોરબી-૦૨ રૂષભનગર શેરી નં-૦૧
૨. શૈલેષભાઇ નારણભાઇ ઓધવીયા ઉ.વ. ૪૦ રહે. ઉમા ટાઉનશીપ પરીશ્રમ એપાર્ટમેન્ટ
૩. ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા ઉ.વ. ૫૦ રહે. મોરબી દરબારગઢ પારેખશેરી
૪. શૈલેષભાઇ પુનાભાઇ ટાંક ઉ.વ. ૩૯ રહે. રાજકોટ યુનીવર્સીટી રોડ, રૂષીકેશ સોસાયટી
૫. હસમુખભાઇ રતીલાલ કાસુન્દ્રા ઉ.વ. ૪૮ રહે. મોરબી-૦૨ ઉમાટાઉનશીપ પટેલ
૬. યજ્ઞેસભાઇ રમેશભાઈ ભોજાણી ઉ.વ. ૩૦ રહે. મોરબી રવાપર રોડ, ડીવાઇન એપાર્ટમેન્ટ
૭. રાજેશભાઇ સુખરામભાઇ સોનાર્થી ઉ.વ. ૩૩ રહે. કોટડી સીતલા માતા મંદીરની બાજુમાં મકાન નં-૯૫ પોસ્ટ ધીકવા તા.જી.રતલામ (મધ્યપ્રદેશ)