(અહેવાલ: મયંક દેવમુરારી)
બેફામ બનેલા ડમ્પર ચાલકો ઉપર લગામ ક્યારે??
મોરબી વાંકાનેર હાઈવે ઉપર આજે સવારના સમયે મકનસર નજીક ટ્રક અને અરટીકા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા જાણવા મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર હાઈવે ઉપર આજે સવારના સમયે વાંકાનેર તરફ જતી અરટીકા કારને ટ્રકે ટક્કર મારતા ટ્રક કાર ઉપર પલ્ટી મારી જતા કારનો કચ્ચરઘાણ વળી જતા કારની અંદર સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો જેથી કાર અંદર દબાઈને કારચાલક અને અન્ય એક સહીત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી