Wednesday, January 22, 2025

નેશનલ રૂરલ આઇ.ટી. કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો. ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા

Advertisement

કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ રૂરલ આઈ. ટી. ક્વિઝ – 2024 જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરે જેમાં આજ રોજ રૂરલ I.T. કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓના ધોરણ 8 થી 12નાં 196 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલના ત્રણ વિદ્યાર્થીઓ ટોપ પર સિલેક્ટ થઈ હવે ગાંધીનગર ખાતે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સ્પર્ધામાં ભાગ લેશે. આ કવીઝ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ બાવરવા સાર્થક, રૈયાણી આયુષ, તેમજ પરમાર રાજેશને સંસ્થાના પ્રમુખ કાંજીય તેમજ આચાર્ય રાવલ યતીન અભિનંદન પાઠવે છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW