ખાખરેચી ગામના ખેડુતોએ પોતાની કોઠાસુઝથી બનાવેલું દવા છંટકાવ કરવા માટેના હાઈડ્રોલીક બુમ સ્પ્રેયરે સૌનું ધ્યાન ખેંચી ભારે આકર્ષણ જમાવ્યું
માળીયામિંયાણાના ખાખરેચી ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસુઝથી બનાવેલુ દવા છંટકાવ કરવા માટેના આધુનિક બુમ સ્પ્રેયરે ભારે આકર્ષણ જમાવ્યું છે હાલ કપાસ જેવા પાકોમાં રાસાયણિક ખાતર અને જીવાતોને ભગાડવા અત્યંત ઝેરી દવાનો છંટકાવ કરવો પડતો હોય છે જે દવાનો છંટકાવ માણસ માટે હાનિકારક સાબિત થાય છે અને ક્યારેક દવા મગજમાં ચડી જતા મોત પણ થાય છે અને મોઢા ઉપરની સુંવાળી ચામડીને અત્યંત પીડા જલન થતી હોવાની રાવ પણ ઉઠે છે ત્યારે દવા છંટકાવ માટેના ઉતમ સાધનથી આ બધા જોખમને ટાળી શકાય સમયની સાથે ખર્ચની બચત ઝડપી કામ થાય છે ૧૦ મજુરોનુ દવા છંટકાવનુ કામ એકલુ બુમ સ્પ્રેયર મશીન કરે છે જેથી પ્રગતિશીલ ખેડૂતે અત્યાઆધુનિક ટેકનોલોજીના જમાનામાં જાતે જ ઘરે આ પ્રકારનુ મશીન બનાવીને ખેડુત આત્મનિર્ભર બનીને ઉંચી ઉડાન ભરી છે ખેતીની સાથે ખેતીના સાધનોમાં કંઈક નવીનતા લાવવા પ્રયત્નશીલ બનેલા ખાખરેચી ગામના દેવજીભાઈ પરસુંડા અશોકભાઈ પરસુંડા સંજય પરસુંડા અનિલ પરસુંડા અને પાર્થ પરસુંડાની મહેનતથી ખેતીના કામની સાથે ઘરે વેલડીંગ પેટી લોખંડ હાઈડ્રોલીક પંપ સહીતના સામાન વસાવી એક મહીનાની મહેનત બાદ આશરે દોઢ લાખથી વધુના ખર્ચથી બુમ સ્પ્રેયર દવા છંટકાવ માટે તૈયાર થયેલ છે આમ પોતાની કલા તરફ અન્ય ખેડુતોનુ ધ્યાન કેન્દ્રિત થાય અન્ય ખેડુતો માટે પ્રેરણારૂપ બનેલા પરસુંડા પરીવારના યુવાનોની એક મહીનાની મહેનત રંગ લાવી હોય તેમ ખેતરમાં સફળતાપૂર્વક દવાનો છંટકાવ ચાલુ કરી આત્મનિર્ભર બની અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે