ગણેશ ચતુર્થીથી શરુ થયેલા ગણપતિ ઉત્સવની સમગ્ર દેશમાં જયારે ધામધૂમથી સ્થાપન અને ઉજવણી થઈ રહી છે ત્યારે શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના બાલવાટિકા તથા ધોરણ – ૧ થી ૫ ના નાના નાના બાળકો દ્વારા માટીમાંથી સુંદર સજાવટ કરીને વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાની વિવિધ પ્રકારની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી હતી. બાળકોમાં રહેલી કલાને જોઈ સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતાં. ધોરણ મુજબ સુંદર મૂર્તિ બનાવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.