Saturday, January 25, 2025

મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

Advertisement

પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે

મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AH, GJ36AM, GJ36AK, GJ36AN તથા ફોર વ્હીલર માટે GJ36AL, GJ36AP, GJ36AJ, GJ36AF તથા ટ્રાંસ્પોર્ટ વાહન માટે GJ36V.GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા:-૨૪/૦૯/૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૨૪/૦૯/૨૦૨૪ થી તા.૨૬/૦૯/૨૦૨૪ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૬/૦૯/૨૦૨૪ થી તા.૨૮/૦૯/૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.૨૮/૦૯/૨૦૨૪ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW