Friday, January 24, 2025

બગથળા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

Advertisement

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જ. અસ.પ્રજાપતિ મારબોના માર્ગદર્શન હેઠળ બગથળા પટેલ સમાજ વાડી ખાતે તા.૨૦/૦૯/૨૦૨૪ ના સવારના ૯-૦૦ વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી અને સિવિલ હોસ્પિટલ મોરબી ના સહયોગ થી કરવામાં આવેલ છે.

રક્ત દાન કોણ કરી શકે?

કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

વય ૧૮ થી ૬૫ વર્ષ ની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. ની કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

હિમોગ્લોબીન નું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

દર ત્રણ મહીને રક્તદાન કરી શકાય.

દાન તો ગુજરાતી ના લોહીમાં જ છે.તો લોહીનું દાન કેમ નહિ?

“રક્તદાન કરો,રક્તદાન કરાવો,કોઈનું જીવન બચાવવા સહયોગી બનો.”

બગથળા ગામે રક્તદાન કેમ્પ રાખેલ હોય દરેક ગામમાંથી લોકો રક્તદાન કરે અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્ય ને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી,મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત મોરબી દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW