Friday, January 24, 2025

સોમૈયા સોસાયટીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

Advertisement

મોરબી ના સમગ્ર જ્ઞાતિના પિતૃઓ ના મોક્ષાર્થે પિતૃપ્રિય ભાદરવા માસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું જાજરમાન આયોજન
મોરબીના વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટી માં સમગ્ર જ્ઞાતિના પિતૃઓ ના મોક્ષાર્થે પિતૃપ્રિય ભાદરવા માસમાં શિવમંદિર ના ગ્રાઉન્ડ માં *શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું* આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા તરીકે મોરબીના સુપ્રસિદ્ધ પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય કથાકાર **શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે બિરાજશે*(સંસ્કૃત વિશારદ ,જયોતિષ રત્નમ) જેમાં કથા પ્રારંભ વિ.સંવત ૨૦૮૦ ને ભાદરવા વદ ૯ ને તારીખ 26/9/2024 ને ગુરુવાર થી ભાદરવા વદ ૦)) અમાસ ને બુધવાર તા.2/10/2024 ના રોજ કથા વિરામ થશે..કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમ થી ઉજવાશે.તેમજ કથા સમય બપોરે 2.00 થી 6.00 વાગ્યા સુધી નો રહેશે.આ કથા માં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિ ના લાભ લેવાં માટે તેમજ વિશેષ માહિતી માટે મો.8000911444 પર શાસ્ત્રીજી નો સંપર્ક કરવો. કથા શ્રવણ માટે સૌ ધાર્મિક ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW