કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન
મલુક પીઠાધીશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ વ્યાસપીઠેથી કથાનું રસપાન કરાવશે
મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી ના સાનિધ્યમાં કથા નું સમગ્ર આયોજન
દ્વારકા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સજાનંદ સરસ્વતી મહારાજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી પણ ઉપસ્થિત રહેશે
મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં શ્રીમદ ભાગવત કથાનું ૧૯/૦૯/૨૦૨૪ થી ૨૫/૦૯ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાનું રસપાન મલૂક પીઠાધીશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ કરાવશે
કથા દરમિયાન દેશ વિદેશમાંથી આચાર્ય પીઠાધીશ્વરો, મહામંડલેશ્વર, મહંતો, સાધુ સંતો તથા કથા જગતના રસ સિદ્ધ વિદ્દવાનો તથા વિવિધ ક્ષેત્રના વર્ચસ્વી મહાનુભાવો ઉપસ્થિત રહેશે
શ્રીમદ ભાગવત કથાની રૂપરેખા
પોથીયાત્રા તા.૧૯/૦૯ સવારે ૯ કલાકે
દીપ પ્રાગટય તા.૧૯/૦૯ સવારે ૯.૩૦ કલાકે
કથા નો પ્રારંભ ૧૯/૯ સવારે ૯ કલાકે
કથા વિરામ તા.૨૫/૦૯ બપોરે ૧ વાગ્યે
કથા દરમિયાન સંતવાણી ભજન ની પણ નામી અનામી કલાકારો રમજટ બોલાવશે જેમાં માયાભાઈ આહીર, ભીખુદાનભાઇ ગઢવી, લલીતાબેન ઘોડાધ્રા સહિતના અનેક કલાકારો હાજર રહેશે
શ્રી ખોખરા હનુમાન ધામમાં ચાલી રહેલ સેવાના કાર્યો
વેદ સંસ્કૃત વિદ્યાલય ( નિશુલ્ક નિવાસ ભોજન અધ્યયન)
શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા ( નિરાશ્રિત અનાથ તથા જરૂરત મંદ બાળકોની સંપૂર્ણ સેવા)
દિવ્યાંગ સેવા ( શારીરિક વિકલાંગતા ધરાવતા લોકોની સંપૂર્ણ નિશુલ્ક સેવા
વૃદ્ધાશ્રમ, ગૌશાળા, અન્નક્ષેત્ર, મેડિકલ તથા આયુર્વેદિક કેમ્પ, સર્વ જ્ઞાતિય કન્યાઓના વિવાહ, પ્રતિવર્ષ હજારો મહેમાનોને વૃક્ષ ભેટ, તેમજ અખંડ રામચરિત માનસના પાઠ