સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ યોગાસન સ્પર્ધામાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો જેમાં નવયુગ કોલેજ રનર્સ અપ રહી તેમજ યુનિવર્સિટીમાંથી કુલ છ ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમવા જશે તેમાંથી નવયુગ કોલેજના બે વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ ભાગ લેશે.જેમાં નવયુગ સાયન્સ કોલેજના સ્ટુડન્ટ બંસી કૈલા અને ઉર્વશી કાલોલા નેશનલ કક્ષા એ રમવા માટે પસંદગી પામેલ છે આ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ કાંજીયા તેમજ તમામ સ્ટાફગણ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે