*ચાલો સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી બનીએ ગામ શહેરની સાથે આપણું મન પણ સ્વચ્છ કરીએ ચાલો યોગ કરીએ*
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાઓએ નગરપાલિકાઓ દ્વારા યોગ શિબિરનું આયોજન કરી લોકોને યોગ સાથે જોડવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા સમગ્ર દેશ અને રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મોરબીને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ વર્ષે સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા આપણો સ્વભાવ અને આપણા સંસ્કાર બને તે માટે બાહ્ય સ્વચ્છતાની સાથે આંતરિક સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે લોકોને આંતર મનથી સ્વચ્છ બનાવવા માટે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં તથા હળવદ નગરપાલિકા દ્વારા હળવદ શહેરમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં શાળાના બાળકો હોંશે હોંશે જોડાયા હતા અને વિવિધ યોગ અને આસનો કર્યા હતા. યોગ શિબિર અન્વયે સ્થળ પર સ્વચ્છતા સેલ્ફીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બાળકો એ સ્વચ્છતા ની થીમ સાથે સેલ્ફીઓ લીધી હતી.