આતો કેવું વિસર્જન ગણપતિ બાપ્પાના જય જયકારને બદલે મચ્છુ નદીના કાંઠે ભુંડી ગાળોની રમઝટ બોલી પોલીસ અને આયોજક વચ્ચે ડખ્ખા નો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
થઈ રહ્યો છે
તંત્ર ને બેફામ ભુંડી ગાળો ભાંડી ગાંધીનગર સુધી ફોન રણક્યાની ચર્ચા આયોજક વિરુદ્ધ ગુન્હો નોંધાયો તપાસ દરમિયાન નામ ખુલશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે dysp ઝાલા
મોરબી કંડલા બાયપાસ હાઈવે પર આવેલા મચ્છુ ૩ ડેમમાં મોરબીના ગણેશ મહોત્સવનુ આયોજન કરનારા આયોજકોએ ગણપતિ વિસર્જન મામલે મચ્છુ નદીના કાંઠે જ ગાળોની બઘટાડી બોલાવી તંત્ર ને બેફામ ગાળો ભાંડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેથી મામલો થાળે પડે એ પહેલા જ પોલીસ અને આયોજકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે ગણપતિ વિસર્જન માટે આવેલા ભક્તો અને આયોજકોએ ગણપતિ બાપ્પા મોરિયાના નાદને બદલે ગાળોની રમઝટ બોલાવતા વાતાવરણ થોડીવાર માટે તંગ બની ગયું હતું જોકે આ મામલે ઉચ્ચ અધિકારીઓની સાથે ગાંધીનગર સુધી ફોનની ઘંટડી રણકી ઉઠયાની ચર્ચા પણ થઈ રહી છે જાણવા મળતી વિગત મુજબ મોરબી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનુ અરવિંદ છગનભાઇ બારૈયા દ્વારા અને મયુર નગરી કા રાજા ગણેશોત્સવનું વિશ્વાસ વલ્લભભાઈ ભોરણીયા દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા ત્યારબાદ વાજતે ગાજતે બંને આયોજકોએ ગણપતિ બાપ્પાને વિસર્જન માટે આરટીઓ પાસે મચ્છુ ૩ ડેમમાં પહોંચ્યા હતા જ્યાં પોલીસ અને આયોજકો વચ્ચે તણખા ઝર્યા હતા જે બોલાચાલીના મામલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બેફામ ગાળો ભાંડી તંત્ર ની આબરૂના ધજાગરા ઉડાડી આયોજકો બેફામ બની ભુંડી ગાળોની રમઝટ બોલાવતા વાતાવરણ તંગ બની ગયું હતું અને ઝપાઝપી થઈ જતાં દેકારો બોલી ગયો હતો જેની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં ઘટનાસ્થળે દોડી જઇને મામલો થાળે પડ્યો હતો જેથી પોલીસે બંને આયોજકો વિરુદ્ધ મોરબી પોલીસે જાહેરનામા ભંગની ફરીયાદ નોંધી હતી જોકે આ મામલે ગાંધીનગર સુધી ફોન રણક્યાની ચર્ચા શહેરીજનોમાં થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છેકે ધાર્મિક તહેવાર ગણેશ વિસર્જન સમયે ભગવાન ગણેશજીના ગુણગાન ગાવાને બદલે ભુંડી ગાળોની રમઝટ બોલાવતા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે જે આયોજકોની દાદાગીરી ઉપરથી દેખાય આવે છે ત્યારે છેલ્લા દસેક દિવસની ભક્તિ બાદ ગાળોની રમઝટ બોલાવતા આયોજકો ભારે ચર્ચાનુ કેન્દ્ર બની કાયદાના લીરા ઉડાડ્યા છતાં પોલીસે માત્ર જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો તે પોલીસ માટે શરમજનક બાબત માનવામાં આવી રહી છે?