મોરબી તાલુકા પો.સ્ટે.ના જેપુર ગામે ગઇ તા.૨૦/૦૫/૨૦૨૪ ના કલાક ૨૩/૩૦ તા.૨૧/૦૫/૨૦૨૪ ના કલાક ૦૫/૩૦ સુધીમાં ફરીયાદી કુવરજીભાઇ મહાદેવભાઇ કાવઠીયાના તથા અલગ અલગ કુલ-૦૪ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમોએ મકાનના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ ની ચોરી કરી ગુનો આચરેલ હોય જે બાબતે મોરબી તાલુકા પો.સ્ટે. માં એ પાર્ટ ગુ.ર.નં. ૦૯૫૯/૨૦૨૪ ઇ.પી.કો.કલમ- ૪૫૭,૩૮૦,૫૧૧ મુજબનો ગુનો તા. ૨૧/૦૫/૨૦૨૪ ના રોજ રજિસ્ટર થયેલ હોય છે.
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે
દરમ્યાન આ કામે હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ઉપરોકત મોરબી તાલુકા પો.સ્ટે.ના જેપુર ગામે પાંચ મકાનમાં ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકી રેમસીંગનામનો એક આરોપી હાલે ટંકારા તાલુકાના ટોળ ગામની સીમમાં આવેલ રીયાસત અબ્દુલભાઇ બાદી ની વાડીમાં હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકકીત આધારે તુરતજ આ જગ્યાએ તપાસ કરતા મજકૂર રેમસીંગ સ/ઓ સોરેસીંગ ઉર્ફે સોરસીંગ વેરસીંગ સીંગાડ ઉ.વ. ૨૨ રહે. હાલ ટોળ ગામની સીમ રીયાસત અબ્દુલભાઇ બાદીની વાડીમાં તા.ટંકારા જી.મોરબી મુળ ગામ કાકડવા તા.કુક્ષી જી.ધાર (મધ્ય પ્રદેશ) વાળો મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો પોતાના મિત્રો સાથે મળી આચરેલાની કબુલાત આપતા મજકુર ઇસમ પાસેથી આ ગુનાના મુદામાલ પૈકીના રોકડા રૂપીયા- ૧,૫૦,૦૦૦/- મળી આવતા કબજે કરી મજકુર આરોપીને આ ગુનાના કામે અટક કરી આગળની તપાસ અર્થે મોરબી તાલકુા પો.સ્ટે. માં સોપી આપેલ છે.
> પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-
મજકૂર રેમસીંગ સ/ઓ સોરેસીંગ ઉર્ફે સોરસીંગ વેરસીંગ સીંગાડ ઉ.વ. ૨૨ રહે. હાલ ટોળ ગામની સીમ
રીયાસત અબ્દુલભાઇ બાદી ની વાડીમાં તા.ટંકારા જી.મોરબી મુળ ગામ કાકડવા તા.કુક્ષી જી.ધાર (મધ્ય પ્રદેશ)
– પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા 01-
૧. ધનીયા બનુ અલાવા રહે. કાકડવા તા.કુક્ષી જી.ધાર (એમ.પી.)
૨. રાકેશ સ/ઓ પીરભ અલાવા રહે. બગોલી તા.કુક્ષી જી.ધાર (એમ.પી.)
૩. દિપક ઉર્ફે દીપા સ/ઓ રમેશ સેંગર રહે. નરવાલી તા.કુક્ષી જી.ધાર (એમ.પી.)
> ચોરીનો મુદામાલ ખરીદનાર આરોપીનુ નામ સરનામુ
૧. ગોરા ઉર્ફે ગૌરવ જૈન રહે.બોરી ગામ તા.જી.અલીરાજપુર (એમ.પી.)
– ગુન્હાની મોડસઓપરેન્ડી-
પકડાયેલ આરોપી રેમસીંગ સોરેસીંગ સીંગાડ તથા પકડવાનો બાકી આરોપી ધનીયા બનુ અલાવા વાળા બન્ને અગાઉ મોરબી જિલ્લામાં ખેતમજુરી કામ કરી ગયેલ હોય જે મોરબી જિલ્લાની ભોગૌલીક પરિસ્થીતીથી વાકેફ હોય અન્ય સાગરીતો સાથે મોરબી જિલ્લામાં આવી દિવસના સમયે ગામડામાં રેકકી કરી રાત્રીના સમયે મકાનમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરવાની ટેવ વાળા છે. પકડાયેલ આરોપી અગાઉ પણ તેલંગણા રાજયમાં ઘરફોડ ચોરીના ગુનામાં બેએક વર્ષ સુધી જેલમાં રહી ચુકેલ છે.
– કબ્જે કરેલ મુદામાલ :-
રોકડા રૂપીયા-૧,૫૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.