Thursday, January 23, 2025

મોરબી નજીક ફાયરીંગની ઘટનામાં સંડોવાયેલ આરોપીને ગુનામાં વપરાયેલ હથિયાર તથા જીવતા કાર્ટીઝ સાથે એક શખ્સને પકડી પાડતી LCB

Advertisement

ગઇ કાલ તા.૨૭/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી રાજકોટ રોડ શનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ ખાતે હથિયાર ચેક કરતા ફાયરીંગ થયેલનો બનાવ બનેલ હોય જેમાં એક વ્યકિત ઇજાગ્રસ્ત થયેલ હોય અને એક ઇસમ હથિયાર સાથે નાસી ગયેલ હોય જે અંગે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૫૭૬/૨૦૨૪ બી.એન.એસ. ની કલમ ૧૧૦ ૧૨૫(બી) ૫૪ આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)એ. ૨૭(૧), ૨૫(૯) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુનો રજી થયેલ.
જે અન્વયે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક એ સદરહું ગુનાની ગંભીરતા લઇગુનામાં સંડોવાયેલ આરોપીને હથિયાર સાથે પકડી પાડવા સુચના કરેલ હોય જેથી કરી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. ની સુચના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્ક્વોડ નો સ્ટાફ માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા.તે દરમિયાન મળેલ ખાનગી હકિકત આધારે ગુનામાં સંડોવાયેલ આરોપીનેગુનામાં વપરાયેલ હથિયાર પિસ્તોલ તથા અન્ય એક પિસ્તોલ હથિયાર તથા જીવતા કાર્ટીઝ નંગ-પ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવી પો.સ્ટે. ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

> પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:

ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવભાઇ રાવલ ઉ.વ.૨૮ રહે.મોરબી ભક્તિનગર સર્કલ અનામીકાપાર્ક સોસાયટી તા.જી.મોરબી

– પકડાયેલ મુદામાલ-

દેશી હાથબનાવટની મેન્જીન સાથેની પિસ્તોલ નંગ-૨ કિ.રૂ.૨૦,૦00/-

જીવતા કાર્ટીઝ નંગ-૫ કિ.રૂ.૫૦૦/ મળી કુલ કિ.રૂ.૨૦,૫૦૦/ નો મુદામાલ કબ્જે કરેલ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW