*સેવાસેતુ થકી એક જ સ્થળે લાભાર્થીઓને અનેક સેવાઓનો લાભ ઉપલબ્ધ કરાયો*
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટંકારા તાલુકાના જબલપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અન્વયે ધારાસભ્યશ્રી દૂર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જબલપુર ક્લસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ સરકારી સેવાઓનો સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો. ધારાસભ્યશ્રીએ લોકોને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ સેવાઓનો ઘર આંગણે લાભ લેવા અનુરોધ કરતા સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત સેવાસેતુને સરકારશ્રીનું જન કલ્યાણકારી પગલું ગણાવી છેવાડાના લોકો માટે આ કાર્યક્રમને આશીર્વાદરૂપ ગણાવ્યો હતો.
આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ તથા જબલપુર ગામ અને સેવાસેતુ ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.