મચ્છુ ૩ ડેમ ઉપરના બ્રિજ ઉપર અનેક સીરામીક ઉધોગપતિઓની હાજરીએ આપઘાતનો મામલો પેચીદો બનાવ્યો
મોરબી બાયપાસ જુના આરટીઓ મચ્છુ ૩ ડેમ ઉપર આવેલા બ્રિજ ઉપરથી યુવાને કોઈ કારણોસર ડેમમાં મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું હતું જાણવા મળતી વિગત મુજબ મોરબી બાયપાસ હાઈવે પર આવેલા મચ્છુ ૩ ડેમ ઉપરના બ્રિજ ઉપરથી આજે સવારે એક યુવાને કોઈ કારણોસર ડેમમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે જેની જાણ મોરબી ફાયરબ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડના જવાનોએ યુવાનને શોધવા કવાયત હાથ ધરી હતી જોકે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે યુવાન હળવદના નવા ઘાટીલા ગામનો હોવાનું અને સીરામીક ક્ષેત્રમાં સંકળાયેલો હોય બનાવની જાણ થતા અનેક ઉધોગપતિ ઘટનાસ્થળે દોડી ગયા હતા જેથી આ યુવાનનો આપઘાતનો મામલો હાલ તો પેચીદો બન્યો છે જોકે યુવાને આપઘાત શા માટે કર્યો ? કોઈના દબાણમાં આવીને કર્યો તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલ તો યુવાનની લાશ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હોવાનું જાણવા મળ્યું છે