અંદાજે બે દાયકા પહેલા માળિયા તાલુકામાં વેણાસર-કુંભારીયા અને આસપાસના વોંકળાનું વરસાદી પાણી સમુદ્રમાં વહી જતું અટકાવવા વન વિભાગ દ્વારા સાગર ડેમ બનાવવામાં આવેલ- જેને લઈને ખેડૂતોને પણ ફાયદો થયો અને સમુદ્રની ખારાશ પણ આગળ વધતા અટક્યું હતું.
કાળક્રમે સાગર ડેમ બિસ્માર હાલતમાં થતા ઉપયોગમાં આવતો ન હતો. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી અંદાજે રૂ. 2.00 કરોડના ખર્ચે સંપૂર્ણપણે રીપેર કરવામાં આવશે. જેને લઈને પુનઃ વિપુલ જથ્થામાં પાણી સંગ્રહ થશે. સાગર ડેમના પુનઃ નિર્માણના નિર્ણયથી વેણાસર-કુંભારીયા તથા આસપાસના ગામોમાં આનંદની લાગણી વ્યપી ગઈ છે.