મોરબી તાલુકા પોલીસ ને મળેલ બાતમી ના આધારે જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા રહે.જુના નાગડાવાસ તા-જી મોરબી વાળાના વરંડા (ડેલા)માં એક સફેદ કલર ની હુન્ડાઇ ક્રેટા કાર પડેલ છે જેમાં ઇગ્લીશ દારૂ પડેલ છે જે મતલબેની હકીકત આધારે સદરહું જગ્યાએ પોલીસે રેઇડ કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.
> પકડવાના બાકી આરોપીઓની વિગત :-
1. હુન્ડાઇ કંપની ક્રેટા કાર રજીસ્ટર નંબર GJ-36-F-2046 કબ્જેદાર/માલીક
2. ક્રેટા કાર નંબર GJ-36-F-2046 પડી રહેલ તે વરંડા ( ડેલા ) કબ્જા ભોગવટાદાર
> કબ્જે કરેલ મુદ્દામાલ :- 1. અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ- ૩૩૬ કિ.રૂ.૨, ૨૭,૫૪૪/- 2. હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર રજીસ્ટર નંબર GJ-36-F-2046 કીરૂ ૫,૦૦,૦૦૦/- મળી કૂલ મુદ્દામાલ કિ.રૂ.૭,૨૭,૫૪૪/-