હિન્દુ ધર્મ માં દિવાળી નું વિશેષ મહત્વ છે ત્યારે આ દિવાળી સાર્વત્રિક કરુણા, શાંતિ અને પ્રેમનો આંતરિક આનંદ અને બધા માટે એકતાની જાગૃતિ લઈને આવે. પ્રયાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (જયા ચૌહાણ અને પ્રાચી કિરકોલ)દ્વારા ધનતેરસ ના દિવસે ૨૯/૧૦/૨૪ દરેડ ઉદ્યોગનગર સેવા વસ્તીમાં કપડાં વિતરણ અને ધનતેરસ ના દીપદાન કરવામાં આવ્યું.
કપડાં વિતરણ માં પંકાજસિહજી જાડેજા વસ્ત્ર બેંક ના સહયોગ પ્રાપ્ત થયો કમલેશભાઈ દવે અને સહકારી મંડળી ઉપસ્થિત હતાં. દીપદાન માં જામનગર ફેક્ટરી ઓવનર્સ association નાં સહયોગ પ્રાપ્ત થયો. ભાઈલાલ ભાઈ ગોધાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો.