*દિવાળીના ત્યોહારોમાં સાર્થકનો સમગ્ર રાજ્યમાં ધડાકો*
*ફરી એક વખત સંસ્કૃતિના જતન માટે સાર્થક અગ્રેસર*
ગુજરાત સરકારશ્રીના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા બાળ નાટ્ય/નૃત્ય નાટીકા સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ભવાઈ વેશ *”જસમા ઓડણ”* રજૂ કરવામાં આવ્યો જેમાં બાળ કલાકારોએ પોતાની આગવી કલાથી ઉત્તમ ભાવ પ્રગટ કર્યા અને સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો.
આ સમગ્ર નૃત્ય નાટીકાના ડાયરેક્ટર સાર્થક વિદ્યામંદિરના રવિરાજભાઇ પૈજા છે. જેઓએ વિદ્યાર્થીઓને સમગ્ર તૈયારી કરાવી હતી.
સત્ય ઘટના પર આધારિત આ નૃત્ય નાટીકાના સંવાદ અને સંગીત લખનાર અને નાટકના દિગ્દર્શક મોરબીના જાણીતા કલાકાર
પ્રાણજીવનભાઈ વ્યાસ છે.
સાર્થક પરિવાર અને સમગ્ર મોરબી જિલ્લા માટે આ આનંદ અને ગર્વની ક્ષણ છે.