Tuesday, January 21, 2025

મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં યુરો સર્જરી વિભાગમાં આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

Advertisement

મોરબી જિલ્લા ના ૪૧ વર્ષના સરદાબેન નામના દર્દીને સતત 5 દિવસથી ડાબા પડખામાં ખુબજ દુખાવો થઈ રહ્યો હતો 2 દિવસ થી તીવ્ર ઠંડી અને તાવ આવી ગયો હતો. તેઓ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં આવ્યા દર્દીની સિટી સ્કેન ની તપાસ કરતાં ખબર પડી કે ડાબી કિડની મા રસી થઈ ગઈ હતી અને ડાબી કિડની ની નળીમાં 13MM ની પથરી ફસાઈ ગઈ હતી. આયુષ હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ કેયૂર પટેલ ના કેહવા પ્રમાણે દર્દી ને છેલ્લા 3 વર્ષ થી 13MM ની પથરી ડાબી કિડની ની નળીમાં હોવાનું જણાયું હતું. જેથી દર્દીને વારંવાર ડાબા પડખમાં દુખાવો પણ થયેલ હતો. અને દર્દી ને રાજકોટ ની કોઈ હોસ્પિટલ માથી પથરી તોડવા ની સલાહ પણ આપેલ હતી. દર્દી ની બેદરકારી ના કારણે દર્દીએ સચોટ નિદાન કરાવ્યુ નહીં અને દેસી નુસ્કાઓ પર ધ્યાન આપ્યું જેથી તેમણે દુખાવામાં રાહત મળતી પણ પથરી નીકળી નહીં અને કિડનીમા પથરીના કારણે ચેપ લાગવાથી કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી જેની પુષ્ટિ DTPA સ્કેન દ્વારા કરવામાં આવી હતી.

આ બધુ દર્દી ને સમજાવ્યા બાદ તેમણે નેફેરેક્ટોમિ (કિડની કાઢવાનું ઓપરેશન) માટે તૈયાર હતું, ત્યાર બાદ ડાબા પડખાંમા કાપો મૂકી ને કિડની કાઢવામા આવી અત્યારે દર્દી એકદમ સ્વસ્થ છે. દર્દી એ ડોક્ટર તથા તેમની ટીમ નો આભાર માન્યો. દર્દીની તમામ સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ ફ્રી મા કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW