Tuesday, January 21, 2025

મોરબીમાં થયેલ બે ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી અન્ય ચોરીઓને અંજામ આપે તે પહેલા ચીખલીગર ગેંગના શખ્સને દબોચી લેતી પોલીસ

Advertisement

મોરબી બી ડિવિજન પોલીસ ને બાતમી મળેલ કે “અગાઉ મોરબી બી ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીઓ થયેલ જેમાં મોરબી ઇન્દીરાનગર વિસ્તારમાં તથા વીસીપરા વિસ્તારમાં ચોરી થયેલ તે ચીખલીગર ગેંગનો માણસ એક હોન્ડા સાઇન મોટર સાયકલ જેના આગળ પાછળની રજી નંબર પ્લેટ વગરના લાલ પટ્ટા વાળા મોટર સાયકલ લઇને ચોરીઓ કરવાના ઇરાદે રેકી કરવા આવનાર છે અને તે જામનગર થી પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ થી નવલખી ફાટક પાસેથી મોરબી શહેરમાં આવનાર છે ” જે હકીકત મળેલ તેથી પોલીસ સર્વેલન્સ સ્ટાફ વોચ તપાસમા રહેતા નવલખી ફાટક પાસેથી આરોપીને હોન્ડા સાઇન મોટર સાયકલ સાથે પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે

મોરબીમાં થયેલ બે ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી નવી ચોરીઓને અંજામ આપે તે પહેલા ચીખલીગર ગેંગના શખ્સને પકડી પાડેલ

> પકડાયેલ ઇસમનુ નામ

(૧) સોનુસિંહ સા/ઓ શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર જાતે ચીખલીગર શીખ ઉ.વ.૧૯ રહે. યોગેશ્વરધામ, ઢીંચડા રોડ, ખોડીયાર કોલોની જામનગર

> કબ્જે કરેલ ચોરીમા ગયેલ મુદ્દામાલ

(૧) ચાંદીના સાકળા નંગ – ૦૮ તથા સોનાના અલગ અલગ દાગીના (ઘરેણા) કુલ કિ.રૂ. ૨૧,૦૯૨/-

(૨)ચોરી કરવામા ઉપયોગ કરેલ હોન્ડા સાઇન મોટર સાયકલ જેના ચેચીસ નંબર ME4JC85JCRD 198664 તથા એન્જીન નંબર JC85ED3286988 જેના રજી નં GJ 10 EA 9751 કિ.રૂ ३५,०००/-

> ડિટેક્ટ કરેલ ગુના

(૧) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન.૧૨૪૨/૨૦૨૪ આઇ.પી.સી. ક. ૪૫૭,૩૮૦ મુજબ

(૨) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન.૧૩૧૬/૨૦૨૪ આઇ.પી.સી. ક. ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ

> આરોપીઓની ગુના કરવાની એમ.ઓ.

આ કામના આરોપીઓ ભુંડ પકડવાનો ધંધો કરતા હોય જેથી અલગ અલગ વિસ્તારમાં ભુંડ પકડવા માટે દિવસ દરમ્યાન જઇ રેકી કરી રાત્રીના સમયે તાડા મારેલ મકાનોમા ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

પો.ઇન્સ. એન.એ.વસાવા, પો.સ.ઈ એન.ઓ અબડા, પો.હે.કો. જગદીશભાઈ ડાંગરતથા ભરતભાઇ ખાંભરા, તથા રાજેશભાઈ ડાંગર તથા વિજયભાઇ ચાવડાતથા પો.કોન્સ. પ્રદિપસિંહ ઝાલા તથા બ્રીજેશભાઈ બોરીચા તથા અજયસિંહ રાણા તથા રમેશભાઇ રાઠોડ તથાદશરથસિંહ મસાણી તથા સંજયભાઇ લકુમ તથાસુખદેવભાઇ ગઢવી તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW