મોરબી વાવડી રોડ પર કારીયા સોસાયટી ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ આરોપીઓને રોકડા રૂપીયા- ૫૩,૧૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી વાવડી રોડ કારીયા સોસાયટી ઉમિયાનગર પોપટભાઇ ભરવાડના મકાન પાસે જાહેરમાં તીન પતીનો જુગાર રમતા કુલ ૧૨ ઇસમો ત્રિલોકસીંગ દર્શનસીંગ સેંગર ઉ.વ.૪૦ રહે. મોરબી નવલખી રોડ યમુના નગર, મુકેશ શ્રીરામનરેશ સહાની ઉવ.૨૬ રહે.મોરબી કાલીકાપ્લોટ, સંતોષમહતો કિશુનમહતો કુશવાહ ઉ.વ.૩૫ રહે.મોરબી જેલચોક પાછળ બોરીયાવાસ, રાહુલસીંગ પ્રાગસીંગ સેંગર ઉ.વ.૨૯ રહે. મોરબી નવલખી રોડ યમુના નગર, રાકેશ શિવચરન કુશવાહ ઉ.વ.૩૨ રહે.મોરબી નવલખી રોડ યમુના નગર, અનિલકુમાર કલ્યાણસીંગ વિશ્વકર્મા ઉ.વ.૨૫ રહે. મોરબી બાયપાસ રોડ આનંદનગર, પ્રવેન્દ્રસીંગ સુંદરસીંગ સેંગર ઉ.વ.૨૯ રહે. મોરબી ગ્રીનચોક નાનીબજાર, મનિષભાઇ ઉર્ફે રમેશ ભુરેલાલ ચૌહાણ ઉવ.૩૧ રહે.મોરબી નવલખી રોડ યમુનાનગર, ભરતસીંગ શિવમોહનસીંગ સેંગર ઉ.વ.૨૬ રહે.મોરબી વીસીપરા નિશાળ પાસે, ગોવીંદા લાખન કુશવાહ ઉ.વ.૩૫ રહે. મોરબી નવલખી રોડ યમુના નગર, શ્યામસીંગ સુરેશસીંગ સેંગર ઉ.વ.૨૮ રહે. મોરબી જેલચોક રબારીવાસ, રાજેશ રામગોપાલ ધાનુક ઉવ.૪૩ રહે. મોરબી શકિતપ્લોટ મોરબીવાળાને રોકડા રૂ.૫૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબની કાર્યવાહી કરેલ છે.