Tuesday, January 21, 2025

મોરબી એલસીબી ટીમે પાવડીયારી પાસેથી ચોરી થયેલ ટ્રેકટરને ઉંચી માંડલ નજીકથી આરોપી સાથે ઝડપ્યું

Advertisement

મોરબી જેતપર રોડ પાવડીયારી‌ બ્લુ ઝોન પાસેથી ટ્રેકટરની ચોરી કરીને ચોરટો એમ.પી ભેગો થાય એ પહેલા જ મોરબી એલસીબી ટીમે ઉંચી માંડલ નજીકથી દબોચી લીધો

મોરબી તાલુકા પો.સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ટ્રેકટર ચોરીનો ભેદ મોરબી એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી એક શખ્સને ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે દબોચી લીધો મોરબી એલસીબી પીઆઈ વી.એન.પરમાર દ્વારા સુચના કરેલ હોય જે સુચના અન્વયે એલસીબી પીએસઆઇ કે.એચ.ભોચીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પેરોલ સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા તે દરમિયાન એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્ટાફના એ.એસ.આઇ‌ જિજ્ઞાસાબેન કણસાગરા તથા સુરેશભાઇ હુંબલ તથા પો.કોન્સ ભાવેશભાઇ મિયાત્રા વિ.સ્ટાફના માણસોને ખાનગી રાહે તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીક માધ્યમથી બાતમી સાથે હકીકત મળેલ કે મોરબી તાલુકા પો સ્ટેશનમાં નોધાયેલા ૨૧૫૮/૨૦૨૪ બી.એન.એસની કલમ ૩૦૩(૨) મુજબના ગુનામાં બ્લુ કલરનુ ટ્રેકટર રજી.નં. GJ36AF9913 વાળુ ચોરીમાં ગયેલ છે જે ટ્રેકટર સાથે એક શખ્સ કે જેણે શરીરે ચેક્સ વાળો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે અને તે હાલે ઉંચી માંડલ ગામ પાસે આવેલ માર્બીલાનો કારખાનાની સામે રોડ ઉપર ટ્રેકટર સાથે ઉભેલ છે તેવી હકીકત આધારે તપાસ કરતા આરોપી બેડીસિંગ ગુલાબસિંગ ગૌડ ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.હાલ મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક બ્લુ જોન કારખાનામાં મુળ રહે. દેવરી નીઝમ દીયોરી નીઝમ દામોહ (એમ.પી) વાળો ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે મળી આવતા તેની પાસેથી મળી આવેલ ટ્રેકટર ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ શખ્સને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે.ખાતે સોપી ચોરીમાં ગયેલ ટ્રેકટર રજી.નં GJ36AF9913 કિંમત રૂ.૫,૦૦,૦૦૦ લાખના મુદામાલ સાથે ઝડપીને મોરબી એલસીબી ટીમે આરોપી ટ્રેકટર અને ટ્રોલી એમપી ભેગું કરે એ પહેલાં જ ઉંચી માંડલ નજીકથી ઝડપીને ટ્રેકટર ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW