Saturday, January 11, 2025

જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા માતુ શ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે ધૂન-ભજન તથા મહાપ્રસાદ નો કાર્યક્રમ યોજાયો

Advertisement

સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ના ધર્મપત્નિ માતુ શ્રી વીરબાઈ માઁ ની ૧૪૬મી પૂણ્યતિથી નિમિતે મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન તથા મહાપ્રસાદ ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ હતુ. જેમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી ના બહેનો તથા વૈદેહી સત્સંગ સમિતી ના બહેનો દ્વારા ધૂન-ભજન કરી પૂ.જલારામ બાપા તથા માતુ શ્રી વીરબાઈ માઁ ની આરાધના કરવા માં આવી હતી તેમજ બહોળી સંખ્યા માં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, ચંદ્રિકાબેન માનસેતા, રશ્મિબેન કોટક, રીનાબેન ચૌહાણ, મીનાબેન ચંડીભમર, નયનાબેન મીરાણી, ગાયત્રીબેન પંડિત, ભારતીબેન રામાવત સહીતના મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW