મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રભારી પંકજભાઈ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રમુખ વિરજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ મગુનીયા રમેશભાઈ સદાતીયા જૈનીથભાઈ ચડાસણીયા દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અત્યારે નવા આધારકાર્ડ માટે જન્મનાં દાખલામાં ફરજીયાત અરજદાર નું આખું નામ હોવું જોઈએ એવાં નીયમ બનાવવા થી જન્મ દાખલામાં સુધારો કરવા અને નવા જન્મ મરણ નોંધણી કરવા માટે અરજદાર ની લાંબી લાઈનો લાગી છે ત્યારે નગરપાલિકા દ્વારા જન્મ-મરણ નોંધણી માટે સીંગલ યુઝર લોગીન માં ગોકળગાય ની ગતીએ કામ ચાલે છે તો આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કરી કે *જન્મ મરણ નોંધણી માં મલ્ટી યુઝર લોગીન કરી અને એક કરતાં વધારે કોમ્પ્યુટર ઓપરેટરો રાખી અને ઝડપી કામગીરી થાય જેથી કરીને આમ જનતા ને હાલાકી નો સામનો ન કરવો પડે* એ માટે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત ને કરવામાં આવી હતી..