મોરબી માળીયા હાઈવે પર આવેલા રોટરીનગર ગામે શોપિંગ બનાવનાર બન્યા વૃક્ષોના દુશ્મન! ૨૫ વર્ષથી ઊભેલા વૃક્ષોને કાપી નાખતા ગ્રામજનો લાલઘુમ કલેકટરને આવેદનપત્ર આપ્યું
રોટરીનગર ગામે સીતારામ કન્ટ્રક્શન દ્વારા શોપિંગ બનાવનાર બન્યા પર્યાવરણના દુશ્મન! વૃક્ષ નિકંદન કરી નાખતા ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠયો
મોરબી માળીયા હાઈવે ઉપર આવેલા અને લક્ષ્મીનગર ગામની બાજુમાં આવેલા રોટરીનગર ગામે સીતારામ કન્સ્ટ્રકશન દ્વારા બે માળ નું શોપિંગ બનાવનારે ૨૫ વર્ષથી ઊભેલા વૃક્ષોને કાપી નિકંદન કરી નાખતા ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠયો છે રાતોરાત વૃક્ષોને કટ્ટર મશીન દ્વારા કાપીને સોથ વાળી દેતા ગ્રામજનો લાલઘુમ થઇ ગયા છે અને આ અંગે કલેકટર અને મામલતદાર
સહિતાનોને આવેદનપત્ર પાઠવી ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને ઉછારેલા વૃક્ષોને એક જ ઝાટકે કાપી નાખતા ૨૫ વર્ષથી ઊભેલા વૃક્ષો જમીન દોસ્ત કરી પર્યાવરણના દુશ્મન બનેલા શોપિંગ બનાવનાર શખ્સો વિરુદ્ધ અને વૃક્ષોને કાપીને ફરાર થઈ ગયેલા સામે કાર્યવાહી કરવા રોટરીનગર ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અત્રે ઉલ્લેખનીય છેકે સરકાર વૃક્ષો વાવો વરસાદ લાવો જેવા સુત્રો દ્વારા વધુ વૃક્ષો લોકો વાવે એવી જાગૃતતા લાવવા પ્રયાસ કરે છે અને વૃક્ષો વાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેવામાં રોટરીનગરી ગામે બગીચા માંથી મસમોટા વૃક્ષોનુ નિકંદન કરી ત્યાં શોપિંગ ઉભું કરનાર પર્યાવરણના દુશ્મન સામે કાર્યવાહી કરવા ગ્રામજનો કલેકટર કચેરી સુધી દોડી ગયા છે જ્યાં વૃક્ષોનુ નિકંદન કરનાર વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું