ગત ૨૧ નવેમ્બર ના રોજ પોર્ટુગલ માં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ની વર્કીંગ કમિટી ની મીટીંગ યોજાયેલ હતી. જેમાં આઇએસઓ ટીસી/૧૮૯ ટાઇલ્સ માટે નુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભર માંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૧ દેશ ના ડેલિગેશન આઇએસઓ ટીસી /૧૮૯ ની મીટીંગમાં હાજર રહેલ. આ વર્કિંગ કમીટી ની મીટીંગ પોર્ટુગલ ના ઇલ્હાવો સિટીમાં તા. ૨૧ થી ૨૩ નવેમ્બર આયોજીત થયેલ. જેમાં ભારતીય ડેલિગેશન ના પ્રતિનિધી તરીકે ચાર મેમ્બર મીટીંગ માં હાજરી આપવા ઇલ્હાવો – પોર્ટુગલ માં હાજર રહ્યા હતા. જેમાં પ્રસાંત યાદવ- સેક્રેટરી બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ – દિલ્હી , પ્રિજમ જોનસન લિમિડ – દેવાસ એમપી- આર એન્ડ ડી હેડ સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા, જેરામભાઇ કાવર- નેશનલ સેરા લેબ હાજરી આપેલ.
આ કમિટી મીટીંગ માં ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ચાઇના તરફ થી ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામ નો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગતા હતા અને આ બાબત ની ટેસ્ટ મેથળ રજુ કરેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશન તરફ થી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધ ને ટેકો આપવા માટે અમેરિકા,ઇટાલિ,બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કી ના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી. ચાઇના સામે ભારત ના આ વિરોધ ની કમિટી ના ચેરમેન ડો. સેન્ડર્સ જોહ્ન પી.- અમેરિકા એ નોંધ લઇને ભારત ની તરફેણ માં નિર્ણય આપવા માટે આશ્વાશન આપેલ હતુ. આ નિર્ણય ની માહીતી મિટીંગ ની મીનિટ નોંધ માંથી નોંધ પડ્યે નકી થશે કે ચેરમેને શુ ચુકાદો આપ્યો. આ કમિટી માં ચેરમેન નો ચુકાદો આખરી અને ફાઇનલ હોય છે.
આ ટેસ્ટ આવવા થી આપણા મોરબી ના જીવીટી બનાવતા એકમો ને ઘણી બધી નુકસાની જાય તેમ છે. કારણ કે આ ટેસ્ટ મુજબ ની ગુણવતા માટે ની ટાઇલ્સ બનાવવા માટે આપણા ભારત માં આ સ્ટાન્ડર્ડ માટે નુ રો મટીરીયલ હાજર નથી. જો આ ટેસ્ટ આંતર રાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ માં આવે તો આ મુજબ ની ગુણવતા વાળી ટાઇલ્સ બનાવવા માટે ભારતે બીજા દેશ પર રો મટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે.
આ તકે ચાઇના ની મેલી મુરાદ ને સમયે પારખી ને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડ નો વિરોધ કર્યો હતો.