મોરબી શહેરમાં આવેલ રણછોડનગર મેઇન રોડ ઉપરથી પરપ્રાંતીય ઇસમને ગેરકાયદેસર હથિયાર દેશી તમંચો તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી.ટીમે દબોચી લીધો છે.
મોરબી એસ.ઓ.જી. ટીમને સંયુક્તમા ખાનગી રાહે બાતમી મળેલ કે અજયકુમાર મનભરણ સિંઘ રહે. હાલ મોરબીવાળો ગેરકાયેસર હથિયાર તમંચા સાથે રણછોડ નગર મેઇન રોડ, અમૃત પાર્ક, ખોડીયાર ડેરીફાર્મ પાસે હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ બાતમીવાળી જગ્યાએ જઇ વોચ ગોઠવતા દેશી તમંચો હથીયાર નંગ -૦૧ કિં રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીઝ નંગ -૦૨ કિં રૂ.૪૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૪૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે