(અહેવાલ:મયંક દેવમુરારી)
મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર અડધી રાત્રે ખાખી વર્દીમાં મસીહા બની આવ્યા પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રા ગરીબ અનાથ ભીક્ષુકોને ગરમ ધાબળા ઓઢાડી માનવતા મહેકાવી
મોરબી તાલુકા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અરૂણ કુમાર મિશ્રા ખાખી વર્દીમાં ફરજની સાથે સેવાભાવી તરીકે પણ સારી સેવાકીય પ્રવૃતિઓ કરીને ચમક્યા છે જેમાં મોરબી શહેરમાં મુખ્ય માર્ગો ઉપર અડધી રાત્રે જાણે ખાખી વર્દીમાં મસીહા બનીને આવ્યા હોય તેમ રોડ પર દુકાનના ઓટલા પર સુતેલા ગરીબ અનાથ ભીક્ષુકોને ગરમ ધાબળા સાલ ઓઢાડી માનવતાને ચાર ચાંદ લગાવી માનવતા મહેકાવી હતી હાલ શિયાળો ધીમે ધીમે જામતો જાય છે અને રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ કરતા અને ઠૂઠવાતા રોડ પર સુતેલાઓને ગરમ ધાબળા ઓઢાડી પોલીસ ફરજની સાથે અરૂણ કુમાર મિશ્રાને પોતાના મનમાં એક દયાવાન તરીકે દયા સેવા ભાવનાની અનુભૂતિ કરાવવા તેમના ઉમદા વિચારો થકી ગરીબ માણસોને ધાબળા સાલ ઓઢાડીને પોલીસ પ્રજાની મિત્ર છે તે સાર્થક કરીને માનવતા મહેકાવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે અરૂણ કુમાર મિશ્રા એક લાગણીશીલ માણસની સાથે સેવાકીય પ્રવૃતિઓ કરીને હદયને સ્પર્શી જાય તેવા તેમના કાર્ય ઉડીને આંખે વળગે છે જેમને મોરબી પોલીસનુ ગૌરવ વધારી ફરજની સાથે સેવાભાવી તરીકે તેવો સતત પ્રયત્નશીલ હોય તેવા દ્રશ્યો શહેરના મુખ્ય માર્ગો ઉપર તેમની સેવાકીય પ્રવૃતિઓ થકી દેખાયા હતા અને જાણે શહેરના મુખ્ય માર્ગો ઉપર અડધી રાત્રે ખાખી વર્દીમાં કોઈ મસીહા આવ્યા હોય તેવો ગરીબ અનાથ ભીક્ષુકોએ અનુભવ કર્યો હતો