Sunday, January 5, 2025

હરીપર ગામ ની સીમ પાસે થયેલ શ્રમિકની હત્યા નો ભેદ ઉકેલાયો જાણો આરોપીની મોડસ ઓપરેન્ડી

Advertisement

ગત તા.૨૩/૧૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી કરણસિંહ પુથ્વીસિંહ નાયક રહે.સુરોઠ ગામ તા.હેન્ડોન સીટી, જી.કરોલી (રાજસ્થાન) વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે ગઇ તા.૨૨/૧૧/૨૦૨૪ ના રાત્રીના પોણા નવેક વાગ્યના અરસામાં પોતાના ભાઇ ઓમપ્રકાશ બનજારાના કોન્ટ્રાકટ હેઠળ મજુરી કામ કરતા ધર્મેન્દ્રસિંગ લક્ષ્મણસિંગ ઉવ-૩૨ રહે.મસેલ્યા તા.કીરાવલી જી.આગ્રા ઉતરપ્રદેશ વાળો કોઇ કામ અર્થે આઇકોલક્ષ કારખાનાની બહાર રસ્તા ઉપર ગયેલ હોય ત્યારે કોઇ અજાણ્યા માણસોએ કોઇ પણ કારણોસર મરણજનાર ધર્મેન્દ્રસિંગને શરીરના પેટ, છાતી, તથા પડખાના ભાગે ચાકુના ત્રણેક ધા મારી ગંભીર ઇજા પહોંચાડી જીલ્લા મેજી. મોરબીના હથિયારબંધી જાહેર નામનો ભંગ કરી ખુન કર્યા અંગેની ફરીયાદ જાહેર કરતા મોરબી તાલુકા પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.૨.નં.૨૨૪૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૧૦૩(૧) તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હતો.

ખાનગી બાતમીદાર માધ્યમથી હકિકત મળેલ કે, આ ગુનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓ છે અને તેઓએ આ ગુનામાં ઉપયોગ કરેલ તે કાળા કલરનુ હિરો સ્પેલન્ડર મો.સા.નંબર -GJ-36-AK-6156 વાળુ લઇને હાલે તેઓ ત્રણેય ઈસમો હરીપર કેરાળા ગામની સીમ વિસ્તારમાં ખોખરા હનુમાન મંદિર જવાના રસ્તે કેમલ સીરામીકથી આગળ રોડ ઉપર હોવાની હકીકત મળેલ હોય જેથી આ વર્ણન વાળા ઇસમો તથા મો.સા.ની વોચ તપાસમાં એલ.સી.બી / પેરોલ ફર્લો સ્ટાફની ટીમ કાર્યરત હતી તે દરમિયાન એક મો.સા. ઉપર ત્રણ ઇસમો ઉભેલ હોય તેઓને રોકી ચેક કરતા તેઓ ત્રણેય મળી આવેલ સી.સી.ટી.વી ફૂટેજના વર્ણન મુજબના હોય જેથી તેઓની અંગ ઝડતી કરતા તેઓની પાસેથી આ કામના મરણ જનારનો મોબાઇલ ફોન મળી આવેલ હોય જેથી તેઓ ત્રણેયની ગુના સબંધીત ઉંડાણપુર્વક પુછપરછ કરતા આ ખુનના ગુનાને તેઓએ અંજામ આપેલાની હકીકત જણાવતા હોય જેથી તેઓ ત્રણેય પાસેથી કુલ મોબાઇલ નંગ-૪ તથા આ ખુનના ગુનામાં ઉપયોગ કરેલ તે મો.સા. મળી આવતા મજકૂર ત્રણેય આરોપીઓ પાસેથી મુદામાલ કબ્જે કરી મોરબી હરીપર કેરાળા ગામની સીમમાં આઇકોલક્ષ સીરામીક પાસે તા. ૨૨/૧૧/૨૦૨૪ ના રાત્રીના થયેલ ખુનના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ખુનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે. તરફ સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીના નામ સરનામા:-

(૧) ઇસ્માઇલ સ/ઓ સલેમાનભાઇ આમદભાઇ સખાયા / મિંયાણા ઉવ-૨૦ રહે. માળીયા મિંયાણા વાડા વિસ્તાર,

(૨) અવેશ સ/ઓ સુભાનભાઇ હુસેનભાઇ મોવર / મિંયાણા ઉવ-૧૯ હાલ રહે. માળીયા ઇદમસ્જીદ નજીક,

(૩) સાહિલ સ/ઓ અબ્દુલભાઇ ગુલમાંમદભાઇ મોવર / મિંયાણા ઉવ-૧૯ રહે. માળીયા વાડા વિસ્તાર,

– પકડાયેલ મુદામાલની વિગત:-

(૧) મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/-

(૨) હીરો સ્પેલન્ડર મો.સા. રજી.નં. GJ-36-AK-6156 કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

– મોડસ ઓપરેંડી (ગુનાનો એમ.ઓ).:-

આ કામે પકડાયેલ ત્રણેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મો.સા તથા ફોરવ્હીલ ગાડી સાથે નીકળી મોરબીના અલગ અલગ જી.આઇ.ડી.સી.વિસ્તારમા રાત્રીના સમયે એકદ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાકધમકી આપી મો.ફોન તથા રોકડ રકમ પડાવી લેવાની ટેવવાળા છે અને જો કોઇ મજુર તેઓનો પ્રતિકાર કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપે છે.

– પોલીસનો પ્રજા જોગ સંદેશ.:-

આથી મોરબીના તમામ પ્રજાજનો, વેપારીઓ તથા મજુર વર્ગને સંદેશ આપવામાં આવે છે કે, મોડી રાત્રીના સમય દરમ્યાન કાચા રસ્તે તેમજ અવાવરુ જગ્યાઓએ જતી વખતે પોતાની તથા પોતાની પાસેની કિંમતી ચીજવસ્તુઓ, રોકડ રકમ તથા મોબાઇલ ફોનની સાવચેતી રાખવી તેમજ અજાણ્યા વ્યકિતઓથી સાવધાન રહેવું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW