Wednesday, January 22, 2025

મુંબઈ ખાતે એન.એમ. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમીક્સ ખાતે વ્યાખ્યાન આપતા મોરબી ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ

Advertisement

મુંબઈ ની સુપ્રસિધ્ધ કોલેજ દ્વારા મોરબી ની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ ના વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા.

તાજેતર માં મુંબઈ ખાતે નરશી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ દ્વારા ટેકફેસ્ટ નું આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં સ્પીકર તરીકે મોરબી ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. સ્કુલ ઓસેમ સી.બી.એસ.ઈ. ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ ને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરવા માં આવ્યા હતા. તેઓએ હોલીસ્ટીક લર્નિંગ, શિક્ષણ માં નવપ્રવર્તન, નેતૃત્વ કળા નો વિકાસ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્ર ની માંગ સંતોષવા ભારત ના યુવાનો માં રહેલુ સામર્થ્ય સહીત ના વિષયો પર વ્યાખ્યાન આપ્યુ હતુ. તે ઉપરાંત ઓસેમ સ્કુલ ના વિદ્યાર્થીઓએ પણ આ ઈવેન્ટ માં ભાગ લીધો હતો.
મુંબઈ ની પ્રતિષ્ઠીત એન.એમ. કોલેજ દ્વારા મોરબી ની શાળા ના પ્રિન્સ્પાલ ને વ્યાખ્યાન માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ જે બાબત સમગ્ર મોરબી ના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે હરહંમેશ કટીબધ્ધ મોરબી ની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને સુવર્ણ તક આપવામાં આવી હતી. સ્કુલ ના વિદ્યાર્થીઓ પણ આ ઈવેન્ટ માં જોડાયા હતા તેઓએ વિવિધ વ્યાખ્યાતાઓ સાથે સંવાદ કરી વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. શાળા ના પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓને મુંબઈ ની શ્રેષ્ઠ કોલેજ માં મળેલ તક બદલ સંસ્થા ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ તથા સુર્યરાજસિંહ જેઠવાએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW