મોરબી જિલ્લા કલેકટર ને આવેદન આપી ખાણ ખનીજ વિભાગ સામે કાર્યવાહી કરવાની માંગ
મોરબી જિલ્લામાં હપ્તા મળે ત્યાં બેફામ ખનીજચોરી ગામના વિકાસના કામમાં ઉપાડાતુ ખનીજ ગેરકાયદેસર? ભુસ્તર વિભાગની લાલીયાવાડી સામે સરપંચો લાલઘુમ
મોરબી જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર બેફામ ફુલી-ફાલ્યો છે જેમાં ખાસ કરીને હળવદના બ્રાહ્મણી નદીના પટમાંથી મોરબી સુધી ખુલ્લેઆમ લઈ જવાતી ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર કરવામાં આવે છે અને મોરબી શહેરમાં લગડી જેવા ભાવો લઈને ખનીજ માફીયાની સાથે અમુક ભ્રષ્ટાચારી બાબુઓ માલામાલ બની ગયા છે! ખાખરેચી રોડ ઉપર દરરોજની હજારો ટન સફેદ રેતીના ઓવરલોડ ડમ્પરો પસાર થઈ રહ્યા છે પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ બધું નથી દેખાતૂ? વિકાસના કામમાં લોકહીતના કામમાં ઉપાડાતુ ખનીજ ગેરકાયદેસર દેખાઈ છે? ભુસ્તર વિભાગના અધિકારીઓ ગ્રામ પંચાયતો સામે રોફ જમાવી કાર્યવાહી કરે છે? મોરબી જિલ્લામાં ઠેર-ઠેર રેતી વોશના ખુલ્લેઆમ હાટડા ધમધમી રહ્યા છે શું તે કાયદેસર છે ? શું ભુસ્તર વિભાગને એ નથી દેખાતા? પૈસા ફેંકો તમાસા દેખો જેવા તાલ સાથે મોરબી જિલ્લામાં સરકારી બાબુઓમા આ સિસ્ટમનો સડો બેસી ગયો હોય તેમ કાયદેસર અને ગેરકાયદેસર બન્ને એક સમાન માનીને જિલ્લામાં હપ્તારાજથી બેફામ થતી ખનીજચોરી રેતી વોશના ધમધમતા હાટડા પર કાર્યવાહી ક્યારે ? મોટી મોટી કરતા સરકારી અધિકારીઓ કાળા ચશ્મા પહેરીને તમાશબીન બનીને જોવાતો ખેલ કયા સુધી તેવી લોકચર્ચા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે ગોર ખીજડીયા લજાઈ સહીતના ગામોમાં લોકહીતના કામમાં અડચણરૂપ બનતા ભુસ્તર વિભાગના અધિકારીઓ સામે સરપંચોએ બાંયો ચડાવી લાલઘુમ મિજાજમાં કલેકટરને ધગધગતી રજુઆત કરીને આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે જેમાં જણાવ્યું છેકે મોરબી જિલ્લામાં હાલ ખનીજ માફિયા બેફામ બન્યા છે ૨૪ કલાક ખનીજ ચોરી કરી પંચાયતો તથા સરકારી તિજોરીને મોટા પાયે નુકસાન કરી રહ્યા છે આ બાબતે મોરબી જિલ્લા ભૂસ્તર શાખા તદન વામડી નીવડી છે આવા ખનીજ માફિયાઓને દંડવા ને બદલે જ્યાં પંચાયતના કે લોકહિતના કામો થતાં હોય ત્યાં ખોટી રેડ કરી ને પોતાની પીઠ થાબડી લે છે હાલમાં ગોર ખીજડીયા ગામે તથા થોડા સમય પહેલા લજાઈ ગામે આવાજ લોકહિતના કામ કરતા વાહનોને દંડવામાં આવ્યા હતા તો આપ સાહેબ શ્રી ને અમારી નમ્ર વિનંતી છે કે ભૂસ્તર શાખા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મોરબી જિલ્લાને ખનીજ માફિયાથી બચાવવામાં આવે તેવી અનેક ગામના સરપંચોએ કલેકટરને રજુઆત કરેલ છે