Sunday, January 5, 2025

ખેલ મહાકંભ-૩.૦ માં ભાગ લેવા માંગતા મોરબીના રમતવીરો ૫ થી ૨૫ ડિસેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે

Advertisement

ગ્રામ્યથી રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા https://khelmahakumbh.gujarat.gov.In પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ ચાલુ વર્ષે ખેલમહાકુંભ 3.0 નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ ગ્રામ્ય, તાલુકા/ ઝોન કક્ષા, જિલ્લા/ મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા(ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર -૧૧, અંડર -૧૪ અને અંડર -૧૭ ની વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે .

ખેલ મહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટેશન તા :- ૦૫-૧૨-૨૦૨૪ થી શરૂ કરવામાં આવનાર છે, જેની છેલ્લી તા :- ૨૫-૧૨-૨૦૨૪ રહેશે. ખેલ મહાકુંભ 3.0 મા ભાગ લેવા માટે નિયત વયજૂથ તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબ સાઈટ https://khelmahakumbh.gujarat.gov.In પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે.

અંડર-૯, અંડર -૧૧ , અંડર -૧૪ અને અંડર -૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજૂથમાં રજિસ્ટ્રેશન કરવવાનું રહેશે તેવું જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW