Friday, January 24, 2025

નીતિ નિયમ ને નેવે મૂકી ચાલતા ભારે વાહનો ઉપર તવાઈ બોલાવતી મોરબી પોલીસ

Advertisement

મોરબી જીલ્લામાં ભારે વાહનોની “સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી પોલીસ

માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ભારે વાહનોની ‘સરપ્રાઇઝ મેગા વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૦૩/૧૨/૨૦૨૪ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના નેશનલ/સ્ટેટ હાઇવે ઉપર ચાલતા ભારે વાહનોના ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ આયોજન કરી જેમાં (૧) લાયસન્સ વગરના ડ્રાઇવર (૨) HSRP નંબર પ્લેટ વગરની/ /તુટેલી/ફેન્સી નંબર પ્લેટના વાહનો ચેક કરવા (૩) વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા ભારે તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા ભારે વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

મોરબી જીલ્લામાં તા.૦૩/૧૨/૨૦૨૪ ના દરમ્યાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.

• આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૪૫૦ વાહનો ચેક કરવામાં આવેલ

• નંબર પ્લેટ વગરના ભારે વાહન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૧૩ મોટાવાહન ડીટેઇન કરવામાં આવેલ

* રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ-૧૮ ફોજદારી ગુના રજીસ્ટર કરવામાં આવેલ

→ ભારે વાહનો ચાલક પાસે લાયસન્સ ન હોય તેના વિરૂધ્ધ કરેલ કેશની સંખ્યા-૨૭ સમાધાન શુલ્ક કેશો કરવામાં આવેલ

• ભારે વાહનો ચાલક પાસે વાહનના કાગળો ન હોય તેના વિરુધ્ધ કરેલ કેશની સંખ્યા ૨૬ સમાધાન શુલ્ક કેશો કરવામાં આવેલ

→ HSRP નંબર પ્લેટ વગરના તથા નંબર પ્લેટ વગર તથા ફેન્સી તુટેલી નંબર પ્લેટ ના કેશો વાહન ચાલકો સામે કુલ કેશ-૪૦ કેશો કરવામાં આવેલ

• વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા કેશની સંખ્યા ૧૨ સમાધાન શુલ્ક કેશો કરવામાં આવેલ

• ઉપરોકત બે (૨) કલાકની સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૬૨૩૦૦ દંડ વસુલ કરવામાં આવેલ

• આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં વન-વે રોડ. એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનું લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW