Wednesday, January 8, 2025

માળીયામિંયાણાના વેજલપર સહીત ગુજરાતમાં વસતા સમસ્ત જાદવ પરીવાર ચોટીલાથી દ્વારકા પગપાળા સંઘ દ્વારકા જવા રવાના

Advertisement

ચોટીલાથી પ્રસ્થાન પગપાળા સંઘમાં જાદવ પરીવારના ૭૦૦ જેટલા લોકો જોડાયા ૧૧ ડિસેમ્બરના રોજ જાદવ પરીવાર દ્વારા જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજારોહણ કરશે પગપાળા જતા સંઘનુ ઠેર-ઠેર ડીજેના તાલે સામૈયા કરીને સ્વાગત કરાયું

માળીયામિંયાણાના વેજલપર ગામના જાદવ પરીવાર સહીત સમગ્ર ગુજરાતમાં વસતા જાદવ પરીવારના મહીલા પુરુષો સહીત ૭૦૦ જેટલા લોકો દ્વારકા પગપાળા સંઘમાં જોડાયા છે જે સંઘમાં જવા માટે તા.૧ ડિસેમ્બરના રોજ ચોટીલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં જાદવ પરીવારની સાથે ભરવાડ સમાજના હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈને ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન કુળદેવી ચામુંડા માતાજી મંદિર ખાતે વાજતે ગાજતે ભુવાજીના હસ્તે ધ્વજારોહણ કરીને પગપાળા સંઘનુ પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારબાદ નીકળેલા વરઘોડામાં ગુજરાતના નામી કલાકાર ગોપાલ ભરવાડે ડીજેના તાલે રાસગરબાની રમઝટ બોલાવી હતી જેમાં હજારોની સંખ્યામા ભરવાડ સમાજના લોકો ઝુમી ઉઠ્યા હતા આ પગપાળા સંઘ તા‌.૧૦ ડિસેમ્બરના રોજ દ્વારકા જગત મંદિરે પહોંચી જશે જ્યાં સંતો મહંતો હાજર રહેશે જેમાં મહામંડલેશ્વરશ્રી ૧૦૦૮ ઘનશ્યામપુરી બાપુ ગુરૂ શિવપુરી બાપુ થરા મહંતશ્રી મુન્નાબાપુ શિવપુરીધામ દ્વારકા મહંતશ્રી પ્રતાપપુરી બાપુ ગુરૂશ્રી કેદારપુરી બાપુ (ગામ-ચરલ) ૫.પૂ.મહંત ૧૦૮ શ્રી સીયારામદાસ બાપુશ્રી અવલિયા ઠાકર મંદિર (થાનગઢ) મહંત રોહીતપુરી બાપુ ગુરૂ કાર્તિકપુરી બાપુ (પાપનાથણાની જગ્યાના) જીતુબાપુ માણલપુર (પાટડી) શ્રી ધર્મભૂષણ સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ (તોરણીયા) મહંત બાલારામ બાપુ મુળા બાપાની જગ્યાના (દ્વારકા) મહંતશ્રી લહેરગીરી બાપુ (ગુરૂ દત્તાત્રેય આશ્રમ કોઢીયા) ભગત શ્રી કિશન ભગત મચ્છુ માતાજીની જગ્યા (મોરબી) ભગતશ્રી ભગાભાઈ જાદવ ઠાકર મંદિર (રાણીપ) સહીતના સંતો મહંતોના વાજતે ગાજતે સામૈયા કરવામાં આવશે ત્યારબાદ તા.૧૦ ડિસેમ્બરને મંગળવારે રાત્રે કાનદાસ બાપુના આશ્રમ ખાતે ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર રશમિતાબેન રબારી તેમના સુમધુર કંઠે સંસ્કૃતિની ઝાંખી કરાવતા કાન રાસના ગરબાની રમઝટ બોલાવશે ત્યારબાદ બીજા દિવસે તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૪ને અગિયારસના દિવસે સવારે ૯:૦૦ કલાકે જગત મંદિર ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચી સમસ્ત જાદવ પરીવાર એક સાથે દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરશે દ્વારકાધીશ મંદીરે ધ્વજા ચડાવી સમસ્ત જાદવ પરીવાર તેમના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણના હર્ષોલ્લાસ સાથે દર્શન કરીને મહાપ્રસાદ લેશે અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૦૦ની સાલમાં સમસ્ત ભરવાડ જાદવ પરીવાર દ્વારા ધ્વજારોહણ કરાયું હતુ જેના ૨૫ વર્ષ બાદ ફરી ગુજરાતમાં વસતા સમસ્ત જાદવ પરીવારના ૧૦૩૭ ઘર દ્વારા આયોજિત આ સંઘયાત્રામાં અત્યારે રવાના થયેલા પગપાળા જતા સંઘમાં આશરે ૭૦૦ જેટલા જાદવ પરીવારના સભ્યો જોડાયા છે જે ભરવાડ સમાજના ભક્તો તેમના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા આતુર હોય તેમ કડકડતી ઠંડી વચ્ચે આનંદ ઉત્સાહ હર્ષોલ્લાસ સાથે થાક્યા વિના રાત દિવસ આશરે ૪૦૦ કીલોમીટનુ અંતર કાપીને જગત મંદિર ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચશે સંપ ત્યાં જંપ એકજુટ અને એક તાંતણે રહેતા ભરવાડ સમાજ દ્વારા સંઘનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે તે સમાજ માટે એક સુંદર સંદેશો પાઠવે છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW