Thursday, January 23, 2025

મોરબી જિલ્લામાં આગામી તારીખ ૮ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે

Advertisement

આરોગ્ય વિભાગના ૬૦૦ કર્મચારીઓની ટીમ દ્વારા જિલ્લાના હાઈરિસ્ક વિસ્તારના ૦ થી ૫ વર્ષના કુલ ૩૭૪૮૭ બાળકોને ટીપા પીવડાવાશે

મોરબી જિલ્લામાં આગામી તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના હાઈરિસ્ક વિસ્તાર જેવા કે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના ૦ થી ૦૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે.

આ ઝુંબેશ દરમિયાન મોરબી જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૩૭૪૮૭ બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ૧૫૦ બુથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે ૩૦૦ આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા બાકી રહી ગયેલ બાળકોને ઘરે-ઘરે ફરીને ટીપા પીવડાવવામાં આવશે.

જિલ્લામાં સમાવિષ્ટ તમામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેરના સ્લમ વિસ્તારમાં ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હાઈવે, જાહેર સ્થળ ઉપર બાળકોને પોલિયોના ટીપા પિવડાવવામાં આવશે. મોરબી જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનાના શ્રમિકોના બાળકો માટે અને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકોના બાળકો માટે મોબાઈલ ટીમ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.

આપણો ભારત દેશ પોલીયો મુક્ત જાહેર થયેલ છે, પરંતુ હજુપણ આપણા દેશની આજુબાજુના ઘણા પાડોશી દેશમાં પોલીયો કેસ નોંધાતા હોય છે. જેથી તેનું ઇન્ફેકશન આપણા દેશમાં ન ફેલાય તે માટે તકેદારીના ભાગ રૂપે આ અભિયાન ચલાવવામાં આવે છે.

મોરબી જિલ્લામાં પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી માટે કુલ ૬૦૦ આરોગ્ય કર્મચારીની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે. ઉપરાંત ૩૦ રૂટ સુપરવાઈઝર અને ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર અને ૪ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સુપરવિઝન કરવામાં આવશે. ૮ ડિસેમ્બર ૨૦૨૪ રવિવારના દિવસે ૦ થી ૦૫ વર્ષના બાળકોને નજીકના પોલિયો બુથ ઉપર જઈ પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ દ્વારા મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW