Wednesday, January 22, 2025

મોરબી જિલ્લામાં SMC ના ધામથી રેતી ચોરી કરતા ડમ્ફરો હાઈએ ઉપર થી એકાએક ગાયબ!

Advertisement

મોરબી જિલ્લામાં ટંકારા કન્ફર્ટ હોટલે જુગાર ધામ ની તપાસ માટે ગાંધીનગરથી SMCના DIG નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતા જ મોરબી જિલ્લાભરમાં માતેલાસાંઢની જેમ દોડતા ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરોના પૈડા થંભી ગયા!

મોરબી જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર જે હાઈવે ઉપર ધમધમી રહ્યો છે તે હાઈવે સુમસામ ડમ્પરોને ભુગર્ભમાં ઉતારી ગયા

ગુજરાતના સિંઘમ કડક ઓફિસરની છાપ ધરાવતા DIG નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતા જ જિલ્લામાં ગેરકાયદેસર ગોરખધંધા ઉપર જાણે એકાએક બ્રેક લાગી ગઈ તેમ મોરબી જિલ્લામાં ખનીજચોરી કરતા ડમ્પરો સહીતના ગોરખધંધા કરનારા માફીયાઓ સપડાઈ ગયા
જે રોડ ઉપર રાત દિવસ ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર ચાલે છે તે રોડ ઉપર ડમ્પરો ગાયબ SMC ની ટીમ છેલા ત્રણ દિવસ થી મોરબી જિલ્લામાં જુગારધામ ની તપાસ, કોલસા કાંડ, કે પછી વિદેશી દારૂ ઝડપી ને અવરતત્વો ઉપર રીતસરની ધોંસ બોલાવી દીધી હતી જેથી કરી ને ખનીજ માફીયાઓ ને SMC ની ગંધ આવી જતા હાલ પુરતો બેનામી ખનીજ નો ફૂલોફળ્યા ગોરખધંધા ઉપર બ્રેક લગાવી ખનીજ માફીયા સપડાઈ ભુગર્ભમાં ઉતરી ગયા જેવો ઘાટ સર્જાયો છે
મોરબી જિલ્લામાં SMC ની એન્ટ્રી થતા જ કાળા કારોબાર ઉપર મર્યાદિત સમય માટે ગોરખધંધા કરતા તત્વોમાં ગંધ આવી જતાં સ્ટોપ લગાવી દીધો! અત્રે ઉલ્લેખનીય છેકે મોરબી જિલ્લામાં ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલના ધામાની હવે જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરી ઉપર બાજ નજર હોય તેમ કોલસા ઈંગ્લિશ દારૂ જુગાર ઉપર તરાપ બાદ હવે રેતીચોરી ઉપર ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW