મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના મળેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. પ્રદીપસિંહ બહાદુરસિંહએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ૧૩ જેટલા આશરે ૧,૯૩,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, અરજદારો ને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર મોરબી બી ડીવી. પોલીસે સાર્થક કરેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઓ
પો.ઇન્સ. એન.એ.વસાવા, પો.સ.ઇ. બી.એ.ગઢવી, પો.હે.કો. જગદીશભાઇ ડાંગર પો.કોન્સ. પ્રદિપસિંહ ઝાલા તથા બ્રીજેશભાઇ બોરીચા તથા અજયસિંહ રાણા તથા દશરથસિંહ મસાણી તથા સંજયભાઇ લકુમ તથા રાજપાલસિંહ રામદેવસિંહ તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.