આરોપીઓ ફરિયાદીના ઘરમાં ઘુસી ફરિયાદીના બાવડું પકડી છેડતી કરી અને ફરિયાદી તથા તેના પતિને લાકડી તથા પાઇપ વડે હુમલો કરી અને ગાળો આપી અને મારી નાખવાની ધમકી આપેલ
બનાવની ટૂંકમાં હકીકત એવી કે ગત તા.૧૫/૦૫/૨૦૨૪ નાં રાત્રીના ફરિયાદી(નામ ગુપ્ત રાખેલ છે) તથા તેના સંતાનો વાળું પાણી કરી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી સુઈ ગયેલા અને ત્યારે ફરિયાદી નાં ઘરનો દરવાજો કોઈએ બહારથી ખખડાવતા ફરિયાદી ને થયેલ કે મારા પતિ આવેલ હોય જેથી ફરિયાદી એ ઘરનો દરવાજો અંદરથી ખોલતા આરોપી (મુકેશ ગોવિંદ ચાવડા, રહે. મહીકા) જે બળજબરી પૂર્વક ફરિયાદી નાં ઘરમાં ઘૂસી અને ફરિયાદીની ઈજ્જત લેવાની કોશિષ કરવા લાગેલ અને ફરિયાદી એ આનાકાની કરતા ગાળો આપવા લાગેલ અને બાવડું પકડી અને શરીરે અડપલાં કરવા લાગેલ જેથી ફરિયાદી રાડો પાડતા ફરિયાદીના પતિ તથા પાડોશમાં સાહેદ વ્રજલાલ ભાઈ આવી જતા આરોપી મુકેશએ ફરિયાદી છોડી દીધેલ ત્યારબાદ બનાવની વાત ફરિયાદી એ તેના પતિને કરતા આરોપી મુકેશ તથા આરોપી મુકેશ નાં કાકા નો દીકરો હસમુખ અરજણ તથા આરોપી મુકેશનો ભાઈ મહેશ ગોવિંદ એવી રીતે ત્રણેય જણાં પાઇપ તથા લાકડી લઇ ફરિયાદી તથા તેના પતિને મારવા દોડેલ અને ગાળો આપવા લાગેલ અને જપાજપી થયેલ ફરિયાદી તથા તેના પતિને માર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જે બનાવની ફરિયાદ ફરિયાદીએ વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશનમાં આપેલ ત્યારબાદ તપાસ કરનાર અધિકારી એ આરોપી ની અટક કરી, લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઈ આરોપી સામે નામદાર એડી.ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ. ત્યારબાદ ફરિયાદ પક્ષે એ.પી.પી. ૬ સાહેદોની જુબાની લીધેલ અને ૮ દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખેલ અને ત્યારબાદ બંને પક્ષઓ પોત પોતાની દલીલ કરેલ. જે કામે આરોપીના વકિલ શ્રી એસ.એમ.શેરસિયા એ નામદાર કોર્ટમાં ધારદાર દલીલ કરેલ અને જણાવેલ કે ફરિયાદીએ ૧૮ દિવસ મોડી ફરિયાદ લખવેલ છે તથા સાહેદોની જુબાનીમાં વિરોધાભાસ આવતો હોય તેમજ નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજૂ રાખેલ જે તમામ હકિક્તોને ધ્યાને લઈ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.
આ કામે આરોપી મુકેશ ગોવિંદ ચાવડા તથા આરોપી મહેશ ગોવિંદ ચાવડા વતી મુસ્કાન એસોસીએટસ યુવા એડવોકેટ શિરાકમુદીન એમ. શેરસીયા(ગઢવાળા) રોકાયેલ હતા.