ગત રાત્રી થી કમૂરહતા શરૂ : માગશર સુદ પૂનમને રવિવાર તારીખ 15મી ડિસેમ્બર ના રાત્રે 10:12 કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે સાથે ધનારક કમુરહતા નો પ્રારંભ થયો છે .લગ્ન, વાસ્તુ, જનોઈ સહિતના માંગલિક શુભ કાર્યોમાં બ્રેક લાગશે . 14 જાન્યુઆરી 2025 ને મંગળવારે મકરસંક્રાંતિના દિવસે સવારે 8:54 કલાકે પૂરા થશે.મોરબીના પ્રખર વિદ્વાન યુવા શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે ના જણાવ્યા અનુસાર કમુહર્તા દરમિયાન માંગલિક કાર્ય થઈ શકતા નથી તેમ જ ધાર્મિક કાર્યો દેવ કાર્યો જેવા કે ગ્રહશાંતિ ,હવન હોમ,જપ,દાન ,કથા જેવા અનેક ધાર્મિક કાર્યો આ સમય દરમિયાન કરી શકાશે ધનારક દરમિયાન સૂર્ય ઉપાસના શ્રેષ્ઠ છે જેશ્રેષ્ઠ ફળ આપે છે તેમજ 15 મી જાન્યુઆરી બાદ અને ફેબ્રુઆરીઓ માસ માં શુભ વિવાહ માટે સૌથી વધારે મુર્હૂત પણ હોવાનું જાણવા મળ્યું છે તેથી આ સમય બાદ લગ્નસરાની મોસમ પૂરજોશમાં ખીલશે.