મોરબી પોલીસે શહેરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું ૭૫ રિક્ષાઓને દંડ ફટકારતા રીક્ષા ચાલકોમાં ફફડાટ
રીક્ષા ચાલકો વિરૂધ્ધ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી જીલ્લા પોલીસ
મોરબી જિલ્લામાં વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે જિલા પોલીસ દ્વારા “સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવા આવેલ આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના ટાઉન વિસ્તારોના અગત્યના પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી નિયમો ના ભંગ કરતા રીક્ષા ચાલકો ને દંડવામાં આવ્યા હતા જેમાં (૧) રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડેલ (૨) રીક્ષામાં ડ્રાઇવરની શીટ પાસે પેસેન્જર બેસાડવા (૩) રીક્ષા ડ્રાઇવર પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ તથા કાગળો સાથે ન હોય તેવા રીક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન રીક્ષા ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા રીક્ષા ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કરેલ કામગીરી
• આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૬૪૩ રીક્ષા ચેક કરવામાં આવેલ
• આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન માલીકીના આધાર પુરાવા વગરની કુલ-૪૪ રીક્ષાઓ તથા વધુ પેસેન્જર બેસાડેલ રીક્ષા કુલ-૩૧ એમ કુલ મળી કુલ ૭૫ રીક્ષાઓ એમ.વી.એકટ ૨૦૭ તથા એમ.વી.એક્ટ મુજબ કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ
• આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં રીક્ષામાં ડ્રાઇવર પાસે પેસેન્જર બેસાડવાના ચાલકો ને કુલ-૩૯ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ
• આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં રીક્ષામાં ડ્રાઇવીંગ લાઇસન્સ ન તથા કાગળો/પરમીટ સાથે ન હોય તેવા ચાલકોને કુલ-૭૫ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ
* ટ્રાફિક નિયમોનું ભંગ કરતા રીક્ષા ચાલકો પાસે કુલ દંડ રૂ-૬૭,૦૦૦/- માંડવાળા દંડ કરવામાં આવેલ છે.
• આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં રીક્ષા ચાલકો વધુ ઝડપે ચલાવતા હોય તેવા રીક્ષા ચાલકો વિરૂધ્ધ BNS-૨૮૧ મુજબ કુલ-૦૮ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
• આ સરપ્રાઇઝ રીક્ષા ચેકિંગ ડ્રાઇવમાં રીક્ષા ચાલકો અડચણરૂપ પાર્ક કરેલ રીક્ષા ચાલકો વિરૂધ્ધ BNS-૨૮૫ મુજબ કુલ-૧૦ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
• આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનું લોકો પાલન કરે તેની પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ