જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી મોરબી, GCRI અમદાવાદ, સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક રીતે આરોગ્ય કેન્દ્ર જેતપર (મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના નિષ્ણાંત કેન્સર રોગના ડોક્ટર્સની ટીમ દ્વારા કુલ ૧૫૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ. જેમાં ઓરલ કેન્સરના કુલ ૭૫, બ્રેસ્ટ કેન્સરના કુલ ૪૨ અને સર્વાઈકલ કેન્સરના કુલ ૩૯ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનીંગ કેમ્પમાંથી ઓરલ કેન્સરના ૦૩ દર્દીઓ અને બ્રેસ્ટ કેન્સરના ૦૧ દર્દીને રીફર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત જેતપર (મચ્છુ) ગામના સરપંચ દ્વારા દીપપ્રાગટ્ય અને શાબ્દિક સ્વાગત દ્વારા કરાઇ હતી. આ કેમ્પના સફળ આયોજન અને સંચાલન બદલ આરોગ્ય શાખામાંથી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, એપેડેમિક મેડીકલ ઓફિસર ડો.દીપક બાવરવા, સી.એચ.સી. અધિક્ષકશ્રી ડો.હાર્દિક મહેતા, મોરબી તાલુકા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ પંચાસરા, સોશિયલ વર્કરશ્રી તેહાન શેરસીયા, મોરબી તાલુકા સુપરવાઈઝરશ્રી અને આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.