માર્કેટમાંથી ગુમ થયેલ બાળકને માતાપિતા સાથે મિલન કરાવતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસની “SHE TEAM”

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ની બુધવારી માર્કેટમાંથી આશરે ઉ.વ.૫ નુ વાલીવારસ વગરનુ બાળક મળી આવતા જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકના વાલીવારસ શોધવા માટે પોલીસે પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ જેથી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ની સી ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા સી ટીમના સ્ટાફે ગુજરાતીમાં બોલતા બાળકને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટુંકા સમયમાં મોરબી પાવડીયારી પાસે આવેલા કોયો સીરામીક માં કામ કરતા સેંધાભાઇ શમસિંહભાઇ જોષી રહે. જીવાપર તા.જી.મોરબી વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળક ઉ.વ.૫ વાળાને તેના માતા પિતાને સોંપી આપેલ હતો અને માતા પિતા તેના બાળકને શોધતા હોય બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW