નવયુગ વિદ્યાલય મોરબી ખાતે તુલસી દિવસ ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી સંપૂર્ણ વૈદિક પદ્ધતિ થી સંસ્થા ના પ્રમુખ પી ડી કાંજીયા દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યુ હતું તેમજ 108 તુલસી ના રોપા નું વિતરણ કરવામાં આવ્યુ હતું તેમજ તુલસી નું મહત્વ સમજવામાં આવ્યુ હતું તેમજ તુલસી દિવસ વિશેસ વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સ્પીચ આપવામાં આવી હતી તેમજ તુલસી નૃત્ય કરવામાં આવ્યુ હતું
સામુહિક ગીતા ના શ્લોક નું પઠન અને રંગપૂરણી નું સરસ આયોજન કરી સાચા અર્થમાં તુલસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા અને મેનેજીંગ ડિરેક્ટર નીલેશભાઈ અઘારા, પ્રિન્સિપાલ સંતોકી સર તેમજ સ્ટાફગણ એ જહેમત ઉઠાવી હતી