મોરબી બી ડિવિઝન પોલીસે ક્રિષ્ટલ બોડી મસાજ સ્પાની આડમાં ચાલતું કુટણખાણુ ઝડપ્યું
મોરબી મોટાભાગના સ્પામાં કુટણખાનું જ ચાલતું હોય તેવો ઘાટ સ્પાનો સંચાલક માસ્ટર માઇન્ડ નીકળ્યો
સ્પાની આડમાં શરીર સુખ માણવાના એક્સ્ટ્રા ૧ હજાર લેવાતા રૂપલલનાને બોલાવીને કરાવાતો ધંધો
સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા બધા રૂમમાં પોલીસથી બચવા લાલ લાઈટ કાઉન્ટરના ટેબલ નીચે રખાતી દબાવતા જ કુટણખાનું બંધ મસાજ થવા લાગે છેને ગજબ કિમિયો
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટે. પીઆઈ એન.એ.વસાવા ને ખાનગી રાહે બાતમી મળેલ કે – મોરબી વાંકાનેર ને.હા. વિશાલ ફર્નિચર પાછળ ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ ના સંચાલક પ્રશાંતભાઇ કેશુભાઇ કેશુર તથા તેની સાથે અન્ય લોકો સાથે મળી આ સ્થળે ગે.કા. પોતાના આર્થીક લાભ માટે પોતાના કબ્જા ભોગવટાવાળા ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ નામના સ્પામાં બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) પોતાના ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ સ્પામાં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે છે.” તેવી હકિકત હોય તે આધારે રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલીક વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીની ગુન્હો કરવાની પધ્ધતિ (એમ.ઓ.) :-
આ કામે આરોપીઓ ગ્રાહકો પાસેથી શરીર સુખ માટે ગ્રાહકો દીઠ રૂપિયા ૧૦૦૦/- અલગ થી વસુલી લઈ પોતાના સ્પામાં રીસેપ્શન કાઉન્ટર ટેબલ નીચેના ભાગે એક સ્વીચ રાખેલ જે સ્વીચ દબાવવાથી તમામ રૂમ માં લાલ લાઇટ થાય જેથી કોઇ પોલીસ રેઇડ થાય તો મહિલાઓ તથા ગ્રાહકો તુરત સાવધાન થઈ જાય તેવી રીતે સ્પામાં બોડી મસાજ ની આડમાં
કુટણખાનુ ચલાવતા હોવાનું જણાઈ આવેલ છે.
– પકડાયેલ આરોપીના નામ
(૧) ભાવેશભાઇ હિમંતભાઇ કાતરીયા ઉ.વ.૨૩ ધંધો.સ્પામાં નોકરી રહે,હાલ વિશાલ ફર્નિચની પાછળ ક્રિસ્ટલ સ્પામાં મોરબી – ૨ મૂળ રહે,ગામ જોલાપુર તા.રાજુલા જી.અમરેલી
(૨) ભલાભાઇ રણછોડભાઈ ભીલ ધંધો.સ્પામાં નોકરી રહે,હાલ વિશાલ ફર્નિચર પાછળ ક્રિસ્ટલ સ્પામા મોરબી – ર મુળ રહે,હિન્ડોરના તા.રાજુલા જી.અમરેલી
– પકડાવાના બાકિ રહેલ આરોપીના નામ
(૧) પ્રશાંતભાઇ કેશુભાઇ કેશુર રહે,મોરબી