Friday, January 3, 2025

મોરબી પત્રકાર એશોસીએશન ના પ્રમુખ પદે સુરેશભાઈ ગોસ્વામી ની બિનહરીફ વરણી

Advertisement

મોરબી પત્રકાર એશોસીએશન ના પ્રમુખ પદે સુરેશભાઈ ગોસ્વામી ની બિનહરીફ વરણી
તેમની ફરજ નિષ્ઠા લોકચાહના એ સતત બીજા વર્ષે પ્રમુખપદે વરણી

મોરબી પત્રકાર એસોસિએશન પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી ની ૨૦૨૪ બાદ ૨૦૨૫ ના પ્રમુખપદે પણ બીજા વર્ષે માં બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમને પત્રકાર મિત્રો શહેરીજનો એ સામાજીક રાજકીય શહેર અગ્રણીઓ સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજ આગેવાનો એ સમાજે આવકારી તેમને અભિનંદન પાઠવ્યા છે.

મોરબી પત્રકાર એસોસિએશન ના વર્ષ ૨૦૨૫ માં નવા હોદેદારો ની વરણી માટે સર્કિટ હાઉસ ખાતે પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી ની આગેવાની માં બેઠક મળી હતી જેમાં પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી એ ગતવર્ષ ના હિસાબ કિતાબ ને યોજાયેલ કાર્યક્રમો ની વિગતો આપી હતી બાદ માં ૨૦૨૫ વર્ષ ના હોદેદારો ની વરણી કરાઈ હતી જેમાં સર્વાનુમતે (કોઈ પણ પ્રકારની ચૂંટણી વગર ) બિનહરીફ પ્રમુખ તરીકે સુરેશભાઈ ગોસ્વામી,ઉપ પ્રમુખ તરીકે રવિભાઈ ભડાણીયા,મહામંત્રી તરીકે પંકજભાઈ સનારીયા,
સહમંત્રી તરીકે દેવભાઈ સનારીયા,ખજાનચી તરીકે સંદીપભાઈ વ્યાસ, કારોબારી સભ્ય તરીકે અતુલભાઈ જોષી,રૂષિભાઈ મહેતા,ડેનિષભાઈ દવે,ભાસ્કરભાઈ જોષી, ની નિમણૂક કરવામાં આવી હતી આ બેઠકમાં અલ્પેશભાઈ ગોસ્વામી, આર્યનભાઇ સોલંકી સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ વરણીને વધાવી હતી મોરબી પત્રકાર એસોસિએશન ના ૨૦૨૫ વર્ષ પ્રમુખપદે વરાયેલા સુરેશભાઈ ગોસ્વામી વર્ષ ૨૦૨૪ માં ને અગાઉ મોરબી પ્રેસ એસોસિએશન ના પ્રમુખ પદે સફળ કામગીરી કરી ચુક્યા છે તેમની ફરજનિષ્ઠા ને પ્રામાણિકતા ને લોકચાહના એ ૨૦૨૫ વર્ષ માં પ્રમુખપદે બિનહરીફ વરણી કરાય હતી મોરબી મીડિયા જગત માં છેલ્લા ૩ દાયકા થી એક તટસ્થ નીડર પ્રમાણિક પત્રકાર ની ઓળખ ઉભી કરી પ્રજાલક્ષી પ્રશ્નો પ્રથમ વાચા આપે છે શાંત સરળ અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા તેઓ મોરબી પત્રકાર આલમ રાજકીય વહીવટીતંત્ર પોલીસ સામાજિક સંસ્થાઓ ઉદ્યોગપતિઓ ને મોરબી દશનામ ગોસ્વામી સમાજ માં સારી લોકચાહના ધરાવે છે આ બેઠક માં અંત માં પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી એ એશો ના ઉપસ્થિત સર્વે પત્રકારો નો આભાર વ્યક્ત કરી આગામી ૨૦૨૫ ના વર્ષ માં નવા પ્રજાલક્ષી ને સેવાલક્ષી કાર્યક્રમો ના આયોજનો અંગે ચર્ચાઓ કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW