મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૩૪ બોટલો કિં રૂ. ૧,૫૫,૬૦૮ નો મુદ્દામાલ એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડતા મોરબી નવલખી રોડ પર શ્રધ્ધા પાર્ક શેરી નં -૦૪મા રહેતા અંકિત અરૂણભાઇ રાઠોડ એ મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૩૪ કિં રૂ.૧,૫૫,૬૦૮નો પોલીસે કબ્જે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.