મોરબી પરશુરામધામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહસમાજ નો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ધોરણ 1 થી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ના વિદ્યાર્થી ને સન્માનિત કરવા માં આવ્યા હતા આ ઉપરાંત વિશેષ સન્માન માં બ્રિજેશભાઈ પંડ્યા ને મુખ્યમંત્રી દ્વારા ચંદ્રક મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ વિસ્મય ત્રિવેદી અને ડી.જી.મહેતા અમરેલી નું વિશેષ સન્માન કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ ના ઉદઘાટક પરશુરામધામ ના પ્રમુખ ભૂપત ભાઈ પંડ્યા પ્રમુખ સ્થાન ડો અનિલ ભાઈ મહેતા અતિથિ વિશેષ શૈલેષ ભાઈ ભટ્ટ નાયબ જીલ્લા વિકાસ અધિકારી મોરબી
જલ્પા બેન ત્રિવેદી જીલ્લા મહિલા બાળ અધિકારી મોરબી
છેલ ભાઈ જોશી
કે સી દવે
ચેતન ભાઈ પંચોલી મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરત ભાઈ ઓઝા
તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ના 12 જીલ્લા ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડી.જી.મહેતા મેનેજિંગ ટ્રસ્ટી તેમજ મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી લેહરું પરિવાર દ્વારા ભગવાન પરશુરામ દાદા ને દવજાજી ચડવા માં આવ્યા હતા
કાર્યક્રમ નું સંચાલન દક્ષાબેન મહેતા દ્વારા કરવા માં આવ્યું હતું કાર્યક્રમ ને સફળ બનવા માટે અનિલભાઈ મહેતા ભૂપતભાઈ પંડ્યા નલિનભાઈ ભટ્ટ હસુભાઈ પંડ્યા ચિંતનભાઈ ભટ્ટ નીરજભાઈ ભટ્ટ દીપ પંડ્યા તેમજ પરશુરામધામ ના કાર્યકરો જોડાયા હતા